તળાવ નીમ કરાયેલ હોય તોજ સરકારી ગ્રાન્ટ મળી શકે, પંચાયતના ઉતારામાં જે તે સર્વે નંબરમાં તળાવ તરીકે ઉલ્લેખ હોવો જરૂરી છે. હવે બન્યું છે એવું કે જે તળાવો નીમ થયેલા છે એટલે કે તળાવ તરીકે ગ્રામ પંચાયતના રેકોર્ડ ઉપર છે તેમાં વરસાદી પાણીનો આવરો રહ્યો નથી એ તળાવોના આવારા ઉપર દબાણો થઈ ચૂક્યા છે કે પછી પ્લોટીંગ કરી દેવામાં આવ્યા છે. નામ માત્રના તળાવો રહ્યા છે જેમાં ગામની ગટરોની પાણી વહી રહ્યું છે અથવા તો ગામ ગંદગીનું સ્થળ બની ચૂક્યા છે, ત્યારે જે તળાવો નીમ તરીકે પંચાયતના રેકોર્ડ ઉપર રજીસ્ટર્ડ છે અને જેમાં વરસાદી પાણી નો સારો એવો આવરો છે તળાવનો વિસ્તાર વિસ્તૃત છે એવા તળાવોને મરામત કરી જીવંત કરી શકાય છે. ઉપરાંત ગામની સરકારી ગૌચર કે પડતર જમીન કે જ્યાં વરસાદી પાણીનો આવરો સારા એવા પ્રમાણમાં છે અને વિશાળ તળાવોનું નિર્માણ થઈ શેક એમ છે એવી જગ્યાઓ પંચાયતના રેકોર્ડ ઉપર તળાવ તરીકે નીમ થયેલ ન હોય તો એને તળાવ તરીકે નીમ કરાવવી જરૂરી છે અને એને માટે જરૂરી કાર્યવાહી કરવી જરૂરી છે. ગૌચર કે પડતર જગ્યામાં તળાવ માટે જગ્યા નીમ કરાવવાથી જગ્યા ઘટતી નથી પણ ગૌચર જીવંત અને સમૃદ્ધ થાય છે ઉપરાંત વિશાળ તળાવોનું નિર્માણ સ્થાનિક જીવજંતુઓને નવજીવન મળે છે તેમજ આજુબાજુ ના ગામોના ભૂગર્ભ જળ સ્તરો સચવાઈ રહે છે.
સરકારી પડતર કે ગૌચર જગ્યાને તળાવ તરીકે નીમ કરાવવા હેતુ કેટલીક પ્રક્રિયાઓ જે જાણવા મળી એ મુજબ તાલુકા મામલતદાર શ્રીને અરજી કરવાની હોય છે , જેની કોપી તાલુકા વિકાસ અધિકારી શ્રી તેમજ જે તે ગ્રામ પંચાયત સરપંચ શ્રી / તલાટી શ્રીને આપવાની હોય છે . ( અરજી કેવી રીતે કરેવી એનો પત્ર ) / તાલુકા પંચાયતમાં ઠરાવ કરી જે તે ગામની ગ્રામસભામાં આ વિષે જાણ કરવાની હોય છે અને અંતે જરૂરી પ્રક્રિયાને અંતે આખરી અરજી જિલ્લા કલેકટરશ્રીને જરૂરી દસ્તાવેજો સાથે કરવાની હોય છે ( કલેકટર શ્રીને કરાવાની થતી અરજીનું ફોર્મ પણ અત્રે જણાવેલ છે.)
આપણે પાણી ની સમસ્યા અંગે જેટલા ચિંતિતિ છીએ એટલા એની સમસ્યાના ઉકેલ હેતુ જરૂરી કાર્યવાહી માટે જાગૃત નથી એટલે સમસ્યાઓ દિન પ્રતિ દિન વધતી જાય છે.
જે રીતે ભૂગર્ભ જળ સ્તર ઘટતા જાય છે અને એને ખેંચવા માટેના ખર્ચ વધતાં જાય છે એ જોતાં આવનાર સમયમાં ભૂગર્ભજળ સ્થળાંતર કરાવે તો નવાઈ નહી એટલે જાગ્યા ત્યાંથી સવાર આપણે આપણા જળસ્ત્રોતો એવા સુકાઈ ચુકેલા કુવા, તળાવ નદીઓ ને વરસાદી પાણીથી રીચાર્ચ થાય એવા સરકાર અને લોક સહકાર થકી સામુહિક પ્રયત્નો કરીએ એ સમયની માંગ છે. તાજેતરમાં ભુજમાં આવેલ સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના વેસ્ટ રીજીયનના ડાયરેક્ટર જી, કૃષ્ણમૂર્તિ એ. કે જૈને જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જમીન ક્ષારવાળા પાણીવાળી હોવાથી ચિંતાજનક બાબત છે. ભૂગર્ભ જળ સાચવવા માટે દર વર્ષે ચોમાસામાં કુદરતી પાણી રીચાર્જ થાય એ અનિવાર્ય હોવાનું તેમણે જણાવ્યું હતું.
તાજેતરમાં બનાસકાંઠ જિલ્લામાં ગલબાભાઈ નાનાજીભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ, બનાસડેરી દ્વારા નીમ થયેલ તળાવોને ઊંડા કરવાનું તેમજ નવીન તળાવો નિર્માણ કરવાનું કાર્ય આરંભાયું છે તો તેનો પુરતો લાભ મેળવી આપણા વિસ્તાર માં તળાવોના માધ્યમ થકી વધુ માં વધુ વારસાદી પાણી સંગ્રહિત થાય એવા પ્રય્તનો અચૂક કરીએ. ભવિષ્માં નર્મદા ડેમ માંથી પાઇપ લાઈન કે નહેરોના માધ્યમથી આવનાર પાણી ને પણ આપણી પાસે વિશાળ તળાવો હ્શે તો તેને ભરી શકશે એટલે જાગૃતિ પૂર્વક તળાવ નિર્માણના કાર્યમાં સહયોગ આપવા જેવો છે. અને અંતમાં આપણા પૂર્વજો બુદ્ધિમાન હતા એટલે તળાવો અને વાવડીઓનું નિર્માણ કાર્ય કરાવતા.
ફોર્મ અને અરજી અંગેની માહિતી જાણવા નીચેની લીંક ઉપર ક્લિક કરો