અરવલ્લી જિલ્લામાં વાત્રક નદીના નજીક બાયડ મુકામે એવા તિર્થ સ્થાનની મુલાકાતે જવાનુ સદ્દભાગ્ય મળ્યુ જ્યાં આપણને જીવતા જાગતા દેવદૂતોના દર્શન થાય. સમાજ મા એવા કેટલાય બિનવારસી લોકો છે જેઓ માનસિક અને શારીરિક રીતે અત્યંત દારૂણ પરિસ્થિતિમાં જીવન વ્યતિત કરતા હોય છે. આવા લોકોને શોધી તેમને આશ્રય આપવાનું વંદનિય કાર્ય કેટલીક સેવાભાવી સંસ્થાઓ દાતાશ્રીઓના સહયોગ થકી કરતી હોય છે આવી જ કેટલીક સંસ્થાઓની મુલાકાતે અમે પાલનપુરથી કેટલાક મિત્રો તા. ૦૪.૦૯.૨૦૨૨ ના રોજ ગયા હતા. પ્રથમ મુલાકાત અમે અરવલ્લી જિલ્લામાં બાયડ મુકામે આવેલ જ્ય અંબે મંદબુધ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત બિનવારસી મંદબુધ્ધિની (દિવ્યાંગ) બહેનો માટેના આશ્રય સ્થાનના દર્શને ગયા જેની વાત અંહી કરવી છે.
સમાજમાં એવા ઘણા વ્યક્તિઓ છે કે જેમણે તેમની ઉંમરના પ્રમાણમાં કુદરતે બુધ્ધિથી વંચિત રાખ્યા છે અથવા નહિવત આપી છે. જેમને આપણે મંદબુધ્ધિના ભાઇઓ અને બહેનો કહીએ છીએ. જેઓ સમાજમાં હાંસીપાત્ર બની સહાનુભૂતિથી વંચિત રહી બિનવારસી અવસ્થામાં ભટકી દયનિય પરિસ્થિતિમાં જીવન વ્યતિત કરે છે. તેઓ પોતાના પેટની આગ ઠારવાની વ્યથા કોઈને કહી શક્તા નથી. સદર આશ્રમ મંદબુધ્ધિના બિનવારસી (દિવ્યાંગ) બહેનો કે જેઓ રસ્તા પરની ચોક્ડી, બસ સ્ટેશન કે ધાર્મિક સ્થળોએ અત્યંત દયનિય પરિસ્થિતિમાં શારીરિક શોષણનાભય સાથે ભટક્તુ જીવન વિતાવે છે. જેઓની દુર્દશા પર સમાજનુ નહિવત ધ્યાન છે. જેઓને મોટાભાગે ૧૮૧ મહિલા અભયમ દ્વારા આશ્રમ સુધી પહોંચાડવામાં આવે છે. અત્યાર સુધી ૧૭૭ બહેનો અને ભાઇઓએ આ આશ્રમમાં આશ્રય લીધો છે. આ આશ્રમમાં આશ્રમવાસીઓને ન્હાવા-ધોવાની, બે ટાઈમ નાસ્તાની, બે ટાઈમ સાત્વિક ભોજ્નની, મેડિકલ ચેક-અપની (સરકારી અને ખાનગી ડોક્ટર દ્વાર) વ્યવ્સ્થા કરવામાં આવે છે. આશ્રમવાસીઓને પ્રેમ, હુંફ, લાગણી, પોતાપણું તથા માનસિક રોગની દવા અને મા અંબાના આશિર્વાદથી ધીમે ધીમે યાદદાસ્ત પાછી આવે છે. આશ્રમવાસીઓ પુરા ભારતમાંથી આવે છે જેથી જરૂર પડે જુદી જુદી ભાષાઓના જાણકારોને બોલાવી તેમના સાથે વાર્તાલાપ કરી તેઓને તેમના વતન સુધી પહોંચાડવાના પ્રયત્ન કરતા અત્યાર સુધીમાં અનેક વ્યક્તિઓને પોતાના પરિવાર સાથે મિલન કરાવવામાં મોટી સફળતા મળી છે. અત્યારા સુધી કેટલાક વ્યત્કિઓ પગ અથવા હાથમાં કીડા પડેલ હાલતમાં મળેલ હત. જેઓને ડૉ. મિનેષ ગાંધીની હોસ્પિટલમાં વિના મૂલ્યે ઓપરેશન અને મેડીક્લ સારવાર અપાવી સાજા કરી યોગ્ય સ્થાને આશ્રય અપાવવાની સફ્ળતા મળેલ છે. ડૉ. ભાવિક શાહ હેત હોસ્પિટલ, હિમંતનગરની પણ સેવાઓ આશ્રમને મળી રહી છે. સી.એચ.સી સેંન્ટર, બાયડ તથા વાત્રક હોસ્પિટલની પણ સારી સેવા મળી છે. આશ્રમ દ્વારા અત્યાર સુધીમાં જુદા જુદા પોલીસ સ્ટેશનથી સોંપવામાં આવેલ ૧૪ બિનવારસી મૃતદેહના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા છે. આશ્રમ અને આશ્રમવાસીઓને સમાજ તરફથી તન, મન અને ધનનો અકલ્પ્નિય સહયોગ મળ્યો છે.
રસ્તા ઉપર રખડતી મનોદિવ્યાંગ અને શોષિત બહેનોને સારવાર આપવા માટે અશોક્ભાઈ જૈને
આશ્રમની સ્થાપના તા. ૦૪.૦૯.૨૦૧૭ ના રોજ કરી હતી. ૨૦૧૭મં શ્રી અશોક્ભાઇ જૈને સવા છ લાખ રૂપિયાનું દેવુ કરીને બહેનોની સારવાર માટે આ કામગીરી શરૂ કરી હતી તેમના આશ્રમમાં નેપાળ, મહારાષ્ટ્ર , ગુજરાત, બિહાર જેવા વિવિધ જિલ્લાઓની દિવ્યાંગ મહિલાઓ સારવાર હેતુ આવે છે તેમનો તેઓશ્રી દિલેર દાતાશ્રીઓ અને સ્મર્પિત સ્ટાફગણના સહયોગ થકી સંમ્પૂર્ણ દેખરેખ રાખી રહ્યા છે.તા.૦૪.૦૯.૨૦૨૨ ના રોજ આશ્રમને સ્થાપનાને ૫ વર્ષ પૂર્ણ થતા હોઇ દાતાશ્રીઓનો અભિવાદન સમારોહ પણ આયોજીત કરવામાં આવ્યો હતો સાથે સાથે પુરૂષ માનસિક દિવ્યાંગ વિભાગ પણ શરૂ કરવામાં અવ્યો હતો. આ પ્રસંગે બ્લ્ડ ડોનેશન કેમ્પનું પણ આયોજનકરવામાં આવ્યુ હતુ.
આપ જ્યારે પણ બિનવારસી મંદબુદ્ધિના વ્યક્તિને જુઓ તો સૌ પ્રથમ પણી આપી આસપાસથી ખાવાની વસ્તુ લઈ તેમને અપાવવી, આશ્રમ સુધી પહોંચાડવાની વ્યવ્સ્થા કરશો. અથવા ૧૮૧ – મહિલા અભયમ-સરકારી હેલ્પલાઇન પર ફોન કરશો.આશ્રમને દૈનિક સંચાલન હેતુ અનેક ગણો ખર્ચ થતો હોય છે તો આવા પવિત્ર જીવતા જાગતા તિર્થસ્થળોની મુલકાત લઇ ફુલ નહી તો ફુલની પાંખડી સ્વરૂપે પુત્ર, પુત્રીના જન્મ તિથિએ , વેવિશાળ, વિવાહ તેમજ શુભ પ્રસંગોએ , વડીલો માતા-પિતા સ્વજનની પુણ્યતિથિ નિમિત્તે , નવા ઘરમાં પ્રવેશવાના શુભ પ્રસંગે , નવી પેઢી- દ્કાન –સંસ્થાના સ્થાપ્ના દિને જરૂર સહયોગી બનીએ.
વધુ માહિતી માટે આપ નીચે જણાવેલ નંબર ઉપર સમ્પર્ક કરી શકો છો.
Mobile – 6351921349 / 9426036449 / 9429236414 / 9428483287