સરસ્વતી નદી સંશોધન અંતર્ગત વડગામ તાલુકાના મોરિયા ગામે જ્યાં અર્જુની નદી અને કુવાંરિકા નદીનું મિલન થાય છે અને અંહીથી આગળ જતાં અર્જુની અને કુંવારિકા સરસ્વતી નદી તરીકે ઓળખાય છે. અર્જુની નદીનું ઉદ્દગમ સ્થાન અંબાજીના ગબ્બર પર્વત નજીક ગણાય છે, જે વાયા ચોરી , આભાપુરા થઇ ને મોરિયા પહોંચે છે, જ્યારે કુંવારિકા નદીનુંં ઉદ્દગમ સ્થાન અંબાજીના કોટેશ્વર નજીક ગણાય છે જે વાયા પુંજ્પુર ,મોટાસડા થઈને મોરિયા પહોંચે છે. સરસ્વતી નદી સંશોધન અભિયાન અંતર્ગત મેપડાના હારૂનભાઇ જાગીરદાર, મોરિયાના ઇરફાનભાઇ જાગીરદાર, રામભાઇ મોદી , અંધારિયાના રફુસિંહ ડાભી , લવુભા ડાભી સાથે વડગામ તાલુકાના મોરિયા તેમજ દાંતા તાલુકના મોટાસડા, પુંજ્પુર અને ગંછેરી વિસ્તાર માંથી પસાર થતી પવિત્ર નદી લોક્માતા સરસ્વતીની તા. ૩૦.૦૮.૨૦૨૩ને રક્ષાબંધનના પવિત્ર દિવસે અભ્યાસ મુલાકાત કરવામા આવી.