વડનગરમાં આશરે 1000 વર્ષ પહેલા થયેલ સોલંકી કાલીન તળાવ લિંકઅપની યોજના જોઈ અભિભૂત થઈ જવાયું. વડનગરના 36 તળાવો આજે પણ વડનગરના મુખ્ય શર્મિષ્ઠા તળાવથી લિંકઅપ થયેલા જોઈ શકાય છે. રાજા – મહારાજાઓ – દાતાશ્રીઓની દીર્ઘદ્રષ્ટિ થકી આજે વડનગરના ભૂગર્ભ જળ છલોછલ છે. વાવ અને પાણીના કુંડ પણ જળ વ્યવસ્થાપનના ઉત્તમ ઉદાહરણ છે. સ્થાનિક મિત્ર મુકેશભાઈ ઠાકોર સાથે વડનગરનું જળ વ્યવસ્થાપન જોઈ એવુ લાગ્યુ કે પાણીની સમસ્યા નહોતી ત્યારે પણ પાણી સંગ્રહ તેમજ તેનુ વોટર મેનેજમેન્ટ કેટલુ ઉત્કૃષ્ટ હતુ એ માટે વડનગર એ ઉત્તમ ઉદાહરણ છે.
22-03-2025
#WorldWaterDay