આત્મહત્યા એ કોઇ પણ સમસ્યાનો અંતિમ ઉપાય નથી. આજે સામાજિક જીવનમાં જે રીતે દિન-પ્રતિ દિન આત્મહત્યાઓનુ પ્રમાણ વધી રહ્યુ છે તે માનવજીવન માટે શરમજનક ઘટના ગણી શકાય. અતિ ભૌતિક્વાદ, સમજણનો અભાવ, અયોગ્ય નિર્ણયો, અતિ મહત્વકાંક્ષાઓ, માનવિય સંવેદનાઓનો અભાવ જેના લીધે ઉદભવતા આર્થિક, માનસિક, સામાજિક, અને પારિવારિક પ્રશ્નોને લીધે આત્મહત્યાનું પ્રમાણ ચિંતાજનક હદે વધી રહ્યુ છે.
આત્મહત્યાના બનાવો ન બને એવુ વતાવરણ કે એવી સમજણ કોણ આપશે ? આત્મ હત્યા કરવાથી દુ:ખોનો અંત આવે છે ? આત્મહત્યાના બનવો ન બને એના ઉપાયો શુ ? આ બધી બબતોને સમજ્વા માટે પાલનપુરના ડેન્ટલ સર્જન ઉપરાંત ઉત્તમ લેખક, પ્રભાવશાળી વક્તા, સ્ક્રિપ્ટ રાઇટર, યોગી એવા ડૉ. કોશિક ચૌધરી જોડે વાર્તાલાપ કર્યો. ડૉ.સાહેબે ખૂબ સરસ રીતે આત્મહત્યાના બનાઓ શું કારણથી બને છે ? એને અટકાવવા માટે શું કરવું જોઈએ એ વિશે મહ્ત્વપૂર્ણ બાબતની સમજણ આપી છે. આપ સૌને નમ્ર વિનંતી કે વિડીયો અંત સુધી જોજો.