સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-શામળાજી નેશનલ હાઈવે, રાજેંન્દ્ર ચોક્ડી મુકામે આવેલ સહયોગ કુષ્ઠ યજ્ઞ ટ્રસ્ટ નામના સેવાકીય તિર્થધામની મુલકાતે જવાનો અવસર પ્રાપ્ત થયો.સહયોગ કુષ્ઠ યજ્ઞ ટ્ર્સ્ટ એટલે ઇશ્વરની અસીમ કૃપા. પરમેશ્વરની પહેલી કૃપા એ થઈ કે સર્વોદય આશ્રમ માઢીવાળા મુ. શ્રી રામુભાઈ પટેલે સામે ચાલીને વિના શરતે ૩૧.૭૫ એકર જમીન આપી. તા. ૧૪.૦૯.૧૯૮૮ એ આ કેન્દ્ર માં સૌ પ્રથમ ૨૦ રક્તપિત્તગ્રસ્તો અને ૬ બાળકો એ નવી જિંદગીના શ્વાસ લેવાનો પ્રારંભ કર્યો.
આ કેંદ્રમાં રક્તપિત્તગ્રસ્તો, શારીરિક વિક્લાંગો એમના કુટુંબીજ્નો તથા અન્ય બિમારી અને સામજિક સમ્સ્યાવાળી વયક્તિઓ નવી જિંદગીનો લ્હાવો લે છે. અંહી ભારતભરમાંથી આવા માનવો આવે છે. તેમાંથી કેટલાક અર્ધ અપંગ છે. તેઓ કાંતણ-વણાંટ, ઘંટી, હોસ્પિટલ, ઓફિસકામ, બાળકો તથા મંદબુધ્ધિવળાની દેખભાળ, રસોડું વગેરે કામ કરે છે. કેટલાક તદ્દન અપંગ છે. તેમાના કેટલાક અનાજ સફાઈ તથા સંસ્થા સફાઈ જેવા હળવા કામો કરે છે. જુદા જુદા નગરોમાં કોલોનીઓમાં રહેતા ભિક્ષુકો કે છૂટક મજૂરી કરતાં રક્તપિત્તગ્રસ્તોનાં તથા ગરીબ મા-બાપના બાળકો અહીં રહીને સર્વાગી વિકાસ કરે છે. ટ્રસ્ટ તેમને મફત રહેવાની, શિક્ષણની, ભોજ્નની, ટ્યુશનની સગવડતા આપે છે. રમત ગમત, પ્રવાસ, સાંસ્કૃતિક, જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ નિયમિત થાય છે.
મંદબુધ્ધિવાળા પોતાને માટે અને પોતાના સ્વજ્નો માટે જિંદગીભર સમસ્યાઓ વધરતા રહે છે. નિષ્ઠુર સમાજ એમની હાંસી કરી ચીઢવીને ગાંડપણ તરફ ધકેલે છે. માતા પિતા ન ચેનથી જીવી શકે, ન મરી શકે. તેમને સ્પીચ થેરાપી, વર્તન સુધારણા , વોકેશન ટ્રેનીંગ, ટોયલેટ વગેરે જેવી તાલીમ અપાય છે. ગીત-સંગીત, રમતગમત જેવી વિશિષ્ટ તાલીમ પણ આપવામાં આવે છે.
રક્તપિત્તગ્રસ્તો તથા આશ્રમવાસીઓની સારવાર, અન્ય બીમારી, જ્ખમની સારવારની સાથેની સુવિધાવાળી ૪૫ પથારીની હોસ્પિટલ અહીં છે તથા એમ્બ્યુલન્સની વ્યવસ્થા છે. પ્રાથમિક તથા માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે તેમજ ૩D મુવી તથા અંધશ્રધા નિવારણ અંગેની શોર્ટ ફિલ્મ પણ દર્શાવવામાં આવે છે.
વસુકાઈ ગયેલી ગાયોની શુષૃશા પણ આ કેમ્પસમાં કરવામાં આવે છે.
નડીયાદના સંતરામ મંદિર અને ઇંદુકાકા ઇપ્કોવાળા પરિવાર દ્વારા સાવ નોખા પ્રકારનું ભ્વ્ય અને નયનરમ્ય મંદિરનું નિર્માણ થયુ છે. એમાં કાચમાં વિશ્વભરના ૧૧ ધર્મના ચિહ્નો તથા સેવાકાર્યો કરી ગયેલા ૩૨ મહાપુરુષોના ફોટા તથા પ્રેરણા આપતા સુવાક્યો છે.
કુલ ૩૭ એકરમાં ફેલાયેલુ આ પરિસર એ એક સર્જ્ન કરેલું નવું રળિયામણું ગામ છે. અંહી ચૂંટણીબૂથ છે. ઘરે ઘરે તુલસીક્યારો છે, જ્યાં રોજ સાંજે ૭.૩૦ કલાકે દીવો પ્રગટાવીને પ્રભુ પાસે સહયોગને સહયોગ આપનાર અને અપાવનારને પ્રભુ સુખી રાખે એવી પ્રાર્થના કરવામાં આવે છે.
સહયોગ કુષ્ઠ યજ્ઞ ટ્ર્સ્ટના સ્થાપક અને મેને. ટ્રસ્ટી શ્રી સુરેશભાઈ સોની તેમજ તમામ સેવાભાવી સ્ટાફગણ, દાતાશ્રીઓને આવા સેવાકીય તિર્થધામને ખરા અર્થમાં માનવસેવા થકી દિપાવવા બદલ અભિનંદન પાઠવું છું.
– નિતિન એલ.પટેલ (વડગામ)